પાટણ-પાલનપુરમાં સોનાની દુકાનોમાં ચોરી કરનાર દંપતી ઝડપાયું.

પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગુનાનો પર્દાફાશ થયો.

પાટણ અને પાલનપુરની સોના-ચાંદીની દુકાનોમાં નજર ચૂકવી ચોરી કરનાર એક દંપતીને પાટણ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર કે.જે. ભોયેની ટીમે આ સફળતા મેળવી છે.

પોલીસની સર્વેલન્સ ટીમે વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક મોટરસાયકલ (GJ-08-DK-2609) પર સવાર દંપતીને રોક્યા હતા.સંતોષકારક જવાબ ના મળતા, યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેઓએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વિપુલ જ્વેલર્સમાંથી સોનાની વીંટીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આરોપીઓ દુકાનોમાં ગ્રાહક બનીને પ્રવેશતા અને નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા. તેમની પૂછપરછમાં પાટણ અને પાલનપુરની વિવિધ સોના-ચાંદીની દુકાનોમાં કરેલી ચોરીનો પર્દાફાશ થયો છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ કેદાર ચંન્દ્રકાન્તભાઇ ગણપતલાલ ધૈરવ (રાજપૂત), ઉંમર આશરે 33 વર્ષ, અને તેમની પત્ની સિપ્રા વા/ઓફ કેદારભાઇ ચંન્દ્રકાન્તભાઈ ધૈરવ (રાજપૂત), ઉંમર આશરે 28 વર્ષ તરીકે થઈ છે. તેઓ મૂળ ડીસા, હરસોલિયા વાસ, મેઈનબજાર, બનાસકાંઠાના રહેવાસી છે અને હાલ પાટણ, ત્રણ દરવાજા નજીક, કનાસાનો પાડો ખાતે રહે છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2,43,511/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં શીવ જ્વેલર્સ, પાટણ ખાતેથી ચોરી કરેલી રૂ. 43,554/- ની સોનાની વીંટી, એ.વી.એમ. જ્વેલર્સ, પાલનપુર ખાતેથી ચોરી કરેલી રૂ. 1,01,957/- ની સોનાની ચેઈન, વિપુલ જ્વેલર્સ, પાટણ ખાતેથી ચોરી કરેલી રૂ. 48,000/- ની સોનાની વીંટી

અને રૂ. 50,000/- ની કિંમતનું મોટરસાયકલ
(GJ-08-DK-2609) નો સમાવેશ થયો છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેમની સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 305(એ), 329(4), 54 હેઠળ ગુનો નોંધાયેલો છે………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here