પાટણ પ્રજાપતિ સમાજના પીપીએલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ડિ મેટ્રીકસ ટીમ વિજેતા બની..

વિજેતા ટીમને તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરાઈ.

પાટણ તા. 30
પાટણ પ્રજાપતિ સમાજ ના યુવાનો દ્વારા સ્થાપિત પીપીએલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ શ્રી પદ્મનાભ વાડી પરિસરના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.
આ ફાઇનલ મેચમાં ક્રિસ્ટી ઇલેવન અને ડી મેટ્રિક્સ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
જેમાં ડિ મેટ્રીક્સ ઈલેવન ની ટીમ વિજેતા બની હતી જયારે ક્રિસ્ટી ઈલેવન ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી,ઓટુ એજ્યુકેશનના કૌશિકભાઇ પ્રજાપતિ,પ્રજાપતિ યુથ ક્લબના પ્રમુખ રમણભાઈ પટણી, પ્રજાપતિ જ્ઞાતિ સમાજના મંત્રી વિનોદભાઈ પ્રજાપતિ,બિજલભાઈ પ્રજાપતિ,કેશવ સ્ટુડિયો ભરતભાઈ પ્રજાપતિ,મહેશભાઈ દલવાડી સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે વિજેતા ટ્રોફી તેમજ રોકડ રકમ રૂ.15,000 નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.જ્યારે રનર્સ અપ ટીમને પણ ટ્રોફી અને રૂ. 11,000 નું રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
પાટણ પીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા ગ્રુપના ચેરમેન સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here