વડોદરાની એસ ડી પટેલ વિદ્યાલયમાં રોગ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વડોદરાના આજવા રોડની એસ ડી પટેલ વિદ્યાલયમાં રોગ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા, પાયોનિયર હોમિયોપેથીક કોલેજ, વિવેકાનંદ એકેડેમી ઓફ એપ્લાઇડ હોમિયોપેથી, વાહ વડોદરાના તાલીમબદ્ધ નિવારક આરોગ્ય યોદ્ધાઓ‌એ અને ધો.8નાં વિદ્યાર્થીઓ માટે 4 કલાકનાં સત્રોનું આયોજન કરીને હોમિયોપેથીક કોલેજનાં વિદ્યાર્થીઓએ પાણીજન્ય, હવાજન્ય સહિતના ચેપી રોગો અને તેમાંથી બચવાનાં ઉપાયો સમજાવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. અલ્પેશ શાહ, પટેલ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી પ્રેયશ પટેલ, ડો આનંદ પટેલ, આચાર્ય કમલ પટેલ, ડો. પ્રેક્ષા છાજેડ ઉપસ્થિત રહ્યા હતા. એમ પેટ્રિઅટ ક્લબના સંસ્થાપક ડો કમલેશ શાહે જણાવ્યું હતું.

તસવીર મનીષ જોષી “મૌન”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here