સિદ્ધપુરમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું : એક ઝડપાયો, એક ફરાર

પાટણ જિલ્લામાં સિદ્ધપુર શહેરમાં નકલી ચલણી નોટો બનાવતી અને બજારમાં ફરતી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડા દરમિયાન રૂ. 20, 100 અને 500ની કુલ 1,945 નકલી નોટો, સાથે જ પ્રિન્ટર, પેપર કટર, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ. 5,11,500નો મુદ્દામાલ કબજે કરી મુખ્ય આરોપી મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદને ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાગરીત મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક ફરાર છે.


વેપારીઓની રજૂઆત બાદ પોલીસ હરકતમાં

કાર્તિકી પૂનમના મેળા દરમ્યાન નકલી નોટો ફેરવાઈ રહી હોવાની માહિતી વેપારીઓએ સીધા પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયીને આપી હતી. રજૂઆત બાદ તરત જ તપાસના ચક્રો ગતિમાન થતાં LCB ટીમે‌ ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું.

LCBના ASI જાલુભા બાલસંગજી અને કર્મચારીઓને મળેલી બાતમી મુજબ, સિદ્ધપુરના અલમોમીન પાર્ક નજીક રહેતા મહમંદયાસીન સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ મલેક ઘરમાં નકલી ચલણી નોટો છાપી બજારમાં ફેરવી રહ્યા હતા.


રેડ દરમિયાન નકલી નોટોના ઢગલા મળ્યા

પોલીસે ચોક્કસ માહિતીના આધારે મહમંદયાસીનના મકાન પર રેડ કરી હતી. તે સમયે આરોપી ઘરમાં નકલી નોટો છાપી રહ્યો હતો, જે પોલીસ માટે મોટા પુરાવા સમાન બન્યા.

જપ્ત કરાયેલ મુદ્દામાલ:

  • રૂ. 500ની 961 નકલી નોટ
  • રૂ. 100ની 981 નકલી નોટ
  • રૂ. 20ની 3 નકલી નોટ
    કુલ નકલી નોટો કિંમત: રૂ. 5,78,660

અન્ય મુદ્દામાલ:

  • 2 મોબાઈલ (કિંમત રૂ. 1,00,000)
  • કલર પ્રિન્ટર (કિંમત રૂ. 10,000)
  • પેપર કટર, લેડીઝ બેગ
  • સફેદ કાગળની 9 પટ્ટીઓ
  • શંકાસ્પદ પાવડર 14.250 ગ્રામ
  • 27 ઝિપલોક થેલીઓ
  • એક વાહન (કિંમત રૂ. 4,00,000)

મોટા પ્રમાણમાં નકલી નોટો બનાવવાની તકેદારી અને સાધનો મળી આવતા પોલીસને લાગે છે કે આ ગેંગ લાંબા સમયથી કામ કરી રહી હતી.


ફરાર સાગરીતની ધરપકડ માટે ચક્રો ગતિમાન

મુખ્ય આરોપી મહમંદયાસીનની ધરપકડ થઇ છે જ્યારે મુસ્તકીમ મલેક હાલ ફરાર છે. તેને ઝડપવા માટે પોલીસ દ્વારા તદ્દન પ્રયત્નો શરૂ થયા છે.

પોલીસે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુ. નં. 11217030251342/2025 હેઠળ
ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) મુજબ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here