કાયદાની અમલવારી તેમજ જનજાગૃતિ માટે પાટણ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલે શહેરના પાન-પાર્લરો પર રેડ કરી

પાટણ કલેક્ટરની સૂચનાથી જિલ્લા તમાકુ
નિયંત્રણ સેલે શહેરના પાન-પાર્લરો પર રેડ કરી, 12 કેસમાં રૂ. 4100નો દંડ વસુલ્યો

પાટણ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અંતર્ગત જિલ્લા સ્કવોડ દ્વારા પાન પાર્લરોમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી. તેમજ 12 કેસમાં રૂ. 4100નો દંડ વસુલવામાં આવ્યો હતો. સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્મ અંતર્ગત પાટણ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની ત્રિમાસિક મીટિંગ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ દંડની કાર્યવાહી કરવા જણાવાયું હતું.

પાટણ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.એ.આર્યના માર્ગદર્શન હેઠળ પાટણ ખાતે વિવિધ જગ્યાએ આવેલા પાન પાર્લરોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના કાયદાની અમલવારી થાય તેમજ જનજાગૃતિ આવે તે માટે જિલ્લા સ્કવોડ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 12 કેસ કરી રૂ. 4100ના દંડની વસુલાત કરવામાં આવી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here