બનાસકાંઠાના ડીસામાં સ્ટેટ સિનિયર હોકી મહિલા ટુર્નામેન્ટ રમાઇ હતી. તેમાં બરોડાની ટીમ ઝળકી હતી
બનાસકાંઠાના ડીસા ખાતે હોકી ગુજરાત દ્વારા સ્ટેટ સિનિયર હોકી મહિલા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોકી બરોડાની મહિલા ટીમે સુંદર દેખાવ કરતા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફાઇનલ મેચ રાજકોટ સામે રસાકસી બાદ એક શૂન્યથી હારતા ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ટીમમાં પુરસ્વાણી માન્યા, નૈયા પટેલ. ચૌહાણ અરેના, પરમાર ધ્રુવિબા, નિકમ ખુશી, દેવરે સાક્ષી, જોષી વંશિકા, દેસાઈ ભૂમિ, પટેલ હિતાંશી ( કપ્તાન),
સિંહ શ્વેતા, નિકમ પ્રાચી, ગુરવ ધ્રુતિ, રાવલ વિધિ, પાટીલ રૂતિકા, વાટેકર નિધિ, ટેકલે કાવ્યા, પાલ પૂજા, પ્રિયંકા મહેતાનો સમાવેશ થાય છે.
મનીષ જોષી “મૌન”દ્વારા




