મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ વિધાનસભાની ચુટણીમાં આમ આદમી પાર્ટીના વિજયનો વિજય ઉત્સવ મનાવાયો

  • પંજાબ વિઘાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી નો બહુમતી થી વિજયી થતા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા વિસનગરના ત્રણ દરવાજા , કોસા ચોકડી પાસે ભવ્ય આતાષબાજી કરીને વિજયી ઉત્સવ મનાવ્યો હતો અને અેક બીજા નું મો મીઠુ કરાવ્યુ હતું.

વિસનગર ખાતે આમ આદમી પાર્ટીનાં આગેવાનો હોદ્દેદારો કાર્યકરોઅે હર્ષ ની લાગણી અનુભવી હતી અને દિલ્હીના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના કેન્દ્રના સૈંયોજક અરવિંદ કેજરીવાલ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી વિસનગર તેમજ ગામડાઓના આમ આદમી પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્ધારા કેજરીવાલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા આ વિજય ઉત્સવમાં કૌશિભાઈ પટેલ, અક્ષય પટેલ, રોહનભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, હર્ષદભાઈ પ્રજાપતિ,ભરતભાઈ ચૌધરી,સંજયભાઇ પટેલ,વિજયભાઈ પટેલ,હિમાંશુભાઈ પટેલ સહિતના આગેવાનો કાર્યકરતાઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતાં અને સમગ્ર વિજયી ઉત્સવ મનાવ્યો હતો….!

તસ્વીર અને અહેવાલ :- હાર્દિક સોલંકી – ઉંઝા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here