પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટના કામો તેમજ સિદ્ધી સરોવરમાં ખુલ્લી કેનાલ મારફત આવતું નર્મદાનુ પાણી દુષિત ન થાય તે માટે કેનાલને અન્ડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન.

પાટણ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં પાલિકાનું વર્ષ 2022-2023નું રૂ. 1.75 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરેલ જે આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે આ સાથે શહેરનાં વિકાસ કામો ને પણ મંજૂર કરવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2022-23ના બજેટ અંગે ચર્ચા વિચારણા કરી 15 કરોડની ખાદ્યવાળુ બજેટ હોય ખર્ચ સરભર કરી ભવિષ્યમાં થનારી આવકો અંદાજીને રૂા.1.75 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એજન્ડાના કામો જેમાં કર્મભુમી સોસાયટી પાસેની ખુલ્લી જગ્યાની સફાઇ કરાવીને વૃદ્ધોને બેસવા માટે બ્લોક પેવીંગ કરાવી બાંકડા મુકવા, ટેલીફોન એક્સચેન્જથી જીવનધારા સોસાયટી સુધી નવો રોડ બનાવવા, સિદ્ધી સરોવરમાં ખુલ્લી કેનાલ મારફત આવતું નર્મદાનુ પાણી દુષિત ન થાય તે માટે કેનાલને અન્ડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત કર્મભુમી સોસાયટી પાસે ઉભરાતી ભુગર્ભ ગટર લાઈનની સમસ્યા ઉકેલવા, નવીન પાઇપ લાઈન નાંખવા, નગરપાલિકાની માલીકીની તમામ દુકાનોનું ભાડુ જે 10 તારીખ પછી ભરવા માટે આવે તેમની પાસેથી શિક્ષાત્મક ભાડુ રૂ.250 પ્રમાણે વસુલ કરવાનું પણ જણાવાયું છે. તેમજ દકુાનના ભાડા પટ્ટો રીન્યુ કરવાની મુદ્દત પુર્ણ થયા બાદ રીન્યુ કરવા આવનારા ભાડુઆત પાસેથી રૂા. 20 ના બદલે રૂ. 500 માસિક રકમ વસુલવાનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત આ બેઠકમાં 15માં નાણાપંચની પ્રથમ તોહપ્તાની વર્ષ 2021-22ની ટોટલ ગ્રાન્ટ કુલ રૂ. 1,61,67,413 માંથી 50 ટકાના કામો માટે રૂ. 13,90,598 અને રૂ. 1,47,76,815 માંથી 50 ટકા ગ્રાન્ટ પાણી પુરવઠાના કામો માટે રૂા. 73,88,408 અને 50 ટકા ગ્રાન્ટ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂા. 73,88,407 માંથી વિકાસના કામો તેમજ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટના કામો નકકી કરવામાં આવ્યા હોવાનું કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.




