પોલીસ લોકોનો અવાજ દબાવવામાં સક્રિય રહી…



કંડલા દિલ્હી નેશનલ હાઇવે નંબર ૨૭ પર આડેસર થી ડીસા સુધી ત્રણ ટોલનાકા ઊભાં કરીને રીતસરની ઉઘાડી સામે વાહન ચાલકોને સારા રોડની સુવિદ્યા મળવાને બદલે ઠેર ઠેર ખાડાથી રોડ સાવ બિસ્માર હાલતમાં અને રખડતાં પશુઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો થતા નિર્દોષ લોકો ઈજાગ્રસ્ત થાય કે મોતના મુખમાં ધકેલાઈ રહયા છે. કાંકરેજ ઓગડ તાલુકાના ભલગામ ટોલનાકા થી થરા નગરમાં ભાભર ત્રણ રસ્તા સુધી અને ભાભર ત્રણ રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી એકથી દોઢ કી.મી. લાંબો ઓવરબ્રિજ બેથી એકવીસ ફૂટ ઊંચો થરા નગરમાં થી પસાર થાય છે જેની બંને સાઇડમાં ફૂટપાથ ગટર સાથે સર્વિસ રોડ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દરરોજ તગડો ટોલટેક્ષ ઉઘરાવે છે પણ આ બંને સર્વિસ રોડની ગટરોની સફાઇ કે રોડની મરામત નહી થતાં ઠેર ઠેર મસ મોટા મોટા ખાડા પડી ગયા છે જેમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જતાં રોજબરોજ આ ખાડામાં વાહનો પડે છે લોકો ઈજાગ્રસ્ત થાય છે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ પણ આ ખાડાનો ભોગ બન્યા હતા. હાલમાં કાંકરેજ વિધાન સભાના સભ્ય તરીકે કોંગ્રેસના અમરતજી ઠાકોર(ધારા સભ્ય)ચુંટાયેલા છે તેમણે આ વિકટ પરિસ્થિતિની રાજ્ય સરકારમાં, નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ અને જિલ્લા તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહી થતાં લોકજુવાળને ધ્યાનમાં રાખી કાંકરેજ ધારાસભ્યઅમરતજી ઠાકોરે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો આમ જનતા સાથે ભલગામ ટોલ નાકા પાસે રોડ નહી તો ટોલ નહી પ્રજાને લૂંટવાનું અને અદાણીને વેચવાનું બંધ કરો ના બેનરો સાથે શાંતિપૂર્વક બેસીને સૂત્રોચાર ચાલુ કર્યા હતા.આ સમયે પોલીસ કાફલો પોલીસ વાન સાથે તૈયાર જ હતો. ધારાસભ્ય અને ધરણાં કરવા બેઠેલા લોકોએ રોડ પર બેસી વાહન વ્યવહાર બંધ કરાવવાનો પ્રયત્ન કરતા પહેલેથી જ એકશન મૂડમાં રહેલી પોલીસે ધારાસભ્ય અને સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડી લઈ જવા બળજબરી પૂર્વક પ્રયાસ કર્યો ત્યારે પોલીસ વાનમાં બેસતા પહેલા ધારાસભ્યએ કહ્યું હતું કે આ તાલુકાની જનતાનો જુવાળ છે રોડ નહી તો ટોલ નહી પ્રજાને લૂંટવાનું અને અદાણીને વેચવાનું બંધ નહી થાય તો આનાથી જલદ કાર્યક્રમો આપીશું.લોકોની સુખાકારીમાં સરકાર અને તંત્ર સહભાગી બનવાને બદલે એક તરફી ટેક્ષ વેરા ઉઘરાણાં ચાલુ રાખશે તો તે ક્યારેય સહન નહીં કરીએ.
અહેવાલ યશપાલસિંહ ટી વાઘેલા થરા




