અમદાવાદ પશ્ચિમ ના સાંસદ અને વીરમાયા મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન ડો. કિરીટભાઈ સોલંકી ના ધર્મ પત્ની મંજુલાબેન નું તાજેતરમાં ટૂંકી માંદગી બાદ નિધન થતા તેઓના પરિવારજનો સહિત સગા-સંબંધી અને સ્નેહીજનો માં ઘેરા શોકની કાલિમા છવાઇ જવા પામી હતી ત્યારે સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે ડોક્ટર કિરીટભાઈ સોલંકી ના અમદાવાદ સ્થિત રાણીપ ખાતેના નિવાસસ્થાને પ્રાર્થના સભા સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
સ્વર્ગસ્થ મંજુલાબેન સોલંકી ના આત્માની શાંતિ અર્થે અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સંજય નિમૅલજી, રાષ્ટ્રીય મહામંત્રી અનુસૂચિત જાતિ મોર્ચાના પરમ પૂજ્ય શંભુપ્રસાદજી ટુંડિયા, અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાંઝા, અનુસૂચિત જાતિ મોર્ચા પ્રદેશ ઉપાધ્યક્ષ અનીતાબેન પરમાર, અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ મંત્રી નિલેશ આચાર્ય, મહિલા મોરચા પ્રદેશ મંત્રી નીતાબેન પરમાર, ઝાંઝરકા ના સરપંચ દિનેશભાઇ પરમાર સહિતના રાજકીય આગેવાનો, સમાજના મહાનુભાવો, ડોક્ટરો,એડવોકેટો, ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સહિતના સગા સંબંધીઓ અને સ્નેહમિત્રોએ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન સમર્પિત કરી સ્વર્ગસ્થ મંજુલાબેન ના આત્માને શાંતિ અર્પે પ્રાર્થના કરી પરિવારજનો પર આવી પડેલી દુઃખની ધડી ને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે તેવી કામના વ્યક્ત કરી હતી….!
તસ્વીર અને અહેવાલ : ઉપેશ પંચાલ



