તાણા ગ્રામપંચાયતના સરપંચના સસ્પેન્શન હુકમને હાઈકોર્ટની ડબલ બેંચે કાયમી રાખ્યો

કાંકરેજ-ઓગડ તાલુકાના થરા નગરપાલિકાનો એક ભાગ જ બનેલા અને અડીને આવેલા ચામુંડા માતાજીની મહા સુદ સાતમની સમસ્ત ગામ સમૂહ ઉજાણીથી પ્રસિદ્ધ તાણા ગામમાં
છેલ્લા કેટલાક સમયથી ભાજપ ના બે જુથોની અંદરોદરની ખેંચ તાણને કારણે સરપંચ અને ગ્રામ પંચાયત વિવાદનો અખાડો બની ગયા છે મૂળ હકીકત એવી છે કે આ ગ્રામ પંચાયતની ચુંટણી ૨૦૨૨માં યોજાયેલ જેમાં ભાજપના જ બે જૂથો સામસામે હતા જેમાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કર ત્રણ વખતની ફેરમતગણતરી બાદ ૫(પાંચ)વોટ થી વિજેતા બનેલ. સુંદર વહીવટ ચાલતો હતો તેવું લોકો આજે પણ કહી રહયા છે છતાં તેમના વિરુદ્ધમાં ગત તા.૪/૪/૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતના ૨/૩થી વધુ સભ્યોએ સરપંચનું આપખુદી વર્તન અને વિકાસના કોઈ કામ ન થતા હોય અને બીજા અનેક આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરેલ હતી. સરપંચ સસ્પેન્ડ થતા ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરને ચાર્જ આપવામાં આવેલો.ત્યારબાદ સરપંચએ હાઈ કોર્ટમાં દાદ માંગતા સિંગલ જજની બેંચે સસ્પેન્ડના ઓર્ડરને રદ કરી ગયા ઓક્ટોમ્બર-૨૦૨૫ મહિનામાં ફરી સરપંચને ચાર્જ આપવાનો હુકમ કરેલો.તેના વિરુદ્ધમાં ડેપ્યુટી સરપંચ અભુજીએ ડબલ બેન્ચમાં દાદ માંગતા ગત તારીખ ૧૮મી નવેમ્બર ૨૦૨૫ના રોજ હાઈકોર્ટની ડબલ બેન્ચના વિદ્વાન જજ સાહેબે સિંગલ જજની બેન્ચના હુકમને રદબાતલ ઠેરવી સસ્પેન્સનના ઓર્ડરને કાયમી રાખવાનો હુકમ કરતા ફરી ઉપસરપંચ અભુજીને ચાર્જ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે તો આ બાબતે તપાસ કરતા સરપંચને કોઇ હુકમ મળ્યો નથી ને મળશે તો કાયદાના હુકમને શિરોમાન્ય ગણવામાં આવશે.આ બધા વચ્ચે શિયાળાની ઠંડીની શરૂઆતના દિવસોમાં જ કાંકરેજ ઓગડ તાલુકા અને તાણા-થરામાં રાજકીય ગરમી આવી ગઈ છે. તાણા ગ્રામપંચાયતની હદમાં દબાણો,બિન કાયદેસર બાંધકામો થરા તાણા રોડ પર ચોમાસામાં ભરાતા વરસાદી પાણી રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે પણ વર્તમાન રાજકીય કાવાદાવા બંધ કરી વિકાસ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તાણા ગ્રામપંચાયતની ચૂંટણી રસપ્રદ રહેતી હોય છે. અને રાજકીય રીતે પણ કાયમ ચર્ચામાં રહેતી હોય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here