શહેરના 49 જેટલા રોડ- રસ્તાના કામો માટે રૂ.1. 50 કરોડની ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરાશે…
પાટણ તા. 21
પાટણ નગરપાલિકાની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી 14 જેટલા કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં શહેરના રેલવે સ્ટેશન માગૅ પરના ગૌરવ પથને લઈ રસ્તો સાંકડો બન્યો હોય વાહન ચાલકો
ને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોય ટ્રાફિક ની સમસ્યા હલ થાય અને વાહન વ્યવહાર સરળ બને માટે આ ગૌરવ પથ તોડી રોડ 1.5 મીટર પહોળો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારના રોડના પેચવર્કના કામો માટે વધુ દોઢ કરોડ ગ્રાન્ટની સરકાર માં દરખાસ્ત કરવા નિર્ણય કર્યો હતો.
કારોબારી સમિતિની બેઠકમાં સવૉનુમતે ઠરાવ પસાર કરાયો છે કે હવે નવીન એસટી બસ સ્ટેશન ટુક સમયમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન માગૅ પર નો રોડ પહોળો કરવાની જરૂરિયાત રહેશે એટલે આ વિસ્તારનો ગૌરવ પથ તોડીને બંને બાજુ એક એક મીટર રોડ વધારી એસટી બસને અવરજવર કરવામાં સરળતા રહે તેવું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ સાથે કારોબારી બેઠકમાં પાણમાં શહેરના જુદા જુદા વિસ્તારના 49 જેટલા રોડના કામ ટૂંક સમયમાં શરૂ કરવા માટે સામાન્ય સભામાં મોકલી આપ્યા છે. તાજેતરમાં કલેકટર દ્વારા અપાયેલી સૂચના મુજબ નવીન બસ મથક શરૂ થઈ રહ્યું છે ત્યારે તેની સામે રહેલી ડિવાઇડર ઉપરની લોખંડની રેલીંગને લઈ લેવી અને ડિવાઇડર બસની અવરજવર મુજબ સેટ કરવા સૂચના આપી છે. તેનું પાલન કરવા પણ કારોબારી બેઠકમાં ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



