Patan :પાટણમાં ઉનાળાની શરૂઆતમાંજ લીંબુના ભાવ આસમાને જતા ગ્રુહીણીઓ ચિંતિંત

Patan : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ખાવા પીવાથી લઈને જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકોની પરેશાની વધવા પામી છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં પણ છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ ઘણો મોટો વધારો થવા પામ્યો છે જેને કારણે 1કિલો લીંબુના ભાવ 160 થી 200 રુપિયા સુધી પાટણના બજારમાં વેચાઈ રહ્યાં છે. સામાન્ય રીતે ઉનાળા સમયમાં લોકો લીંબુનો વધારે ઉપયોગ કરતા હોય છે ડૉક્ટોર દ્વારા પણ ઉનાળામાં ડીહાડ્રેશનથી બચવા લીંબુનું સરબત પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારે જ પાટણની બજારમાં લીંબુના ભાવમાં થયેલ આ ધરખમ વધારો લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે. લીંબુના સ્થાનિક વહેપારીના કહેવા પ્રમાણે મોટી માર્કેટમાં લીબુના ભાવ 140 ઉપર છે એટલે છૂટકના ભાવ તો ઉંચા રહેવાના જ ત્યારે લીંબુના ભાવમાં થયેલ આ ભાવ વધારો લોકોના દાંત-સ્વાદ સાથે ખિસ્સા પણ ખાટા કરી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે લીંબુના વધતા આ ભાવ અટકશે કે આગામી સમયમાં નવો રેકોર્ડ બનાવશે…

અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here