પાટણ તા. 6
પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પ્રશાંત જીલોવાની પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર ટ્રસ્ટ
ના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીએ શુક્રવારની સાંજે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ નવ નિયુક્ત કલેકટરને પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ અને માટી સ્વરૂપે પુજાતા ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરની તેમજ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સપ્ત રાત્રી રેવડીયા મેળા વિશે માહિતગાર કર્યા હતાં અને શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે દર્શનાર્થે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.
જિલ્લા કલેકટર પ્રશાંત જિલોવા એ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીના આમંત્રણ ને સ્વીકારી સમયની અનુકૂળતાએ શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરે પધારશે તેવું જણાવ્યું હતું.




