પાટણ તા. 6
પાટણ માટે ગૌરવ પટેલ દેવેન્દ્રભાઈ મોહનભાઈની વિશ્વ ગુજરાતી સમાજમાં સંસ્થાની આરોગ્ય સમિતિના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક પાટણ લેઉવા પાટીદાર સમાજ અને સમગ્ર પાટણ માટે ગૌરવની ક્ષણ છે.
દેવેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ હાલ કોલેજ ટીચર્સ સોસાયટી સાથે સંકળાયેલા છે. તેઓ પાટણ જનતા હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
તેમની આ નિમણૂકથી વિશ્વ સ્તરે ગુજરાતી સમાજની આરોગ્ય સેવાઓમાં તેમનો અનુભવ અને યોગદાન પ્રાપ્ત થશે. આ પદ પર રહીને તેઓ સમાજ કલ્યાણના કાર્યોને વધુ વેગ આપશે તેવી સૌએ અપેક્ષા વ્યકત કરી છે.




