પાટણ જુનાગંજ નજીક દરજીની દુકાનમાં આગ લાગતા રૂ.૫૦ હજાર નું નુકસાન..

અગમ્ય કારણોસર દુકાનમાં લાગેલી આગ ફાયર વિભાગે કાબૂમાં લીધી…

પાટણ તા. ૨૦
પાટણ શહેરના જુના ગંજ બજારથી નીલમ સિનેમા રોડ પર આવેલી ચોઇસ ટેલર નામની દુકાનમાં ગુરૂવારે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનમાં રહેલો સિલાઈ મશીન અને અન્ય સરસામાન બળી જતાં અંદાજે રૂ. ૫૦ હજારથી વધુનું નુકસાન થયું હોવાનુ જાણવા મળ્યું છે.
વહેલી સવારના સમયે બંધ દુકાન માંથી ધુમાડા નીકળતા હોવાનું પાડોશી ઓના ધ્યાને આવ્યું હતું. તેમણે તાત્કાલિક દુકાન માલિક જિબેર સૈયદને જાણ કરી હતી, જેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આગને કારણે દુકાનની અંદરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગ ની જાણ પાલિકા ના ફાયર વિભાગને કરાતા ટીમ તાત્કાલિક સાધનો સાથે ધટના સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ ની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ પ્રસરતી અટકાવી હતી.
આ દરમિયાન મુસ્લિમ આગેવાન ભૂરા સૈયદ અને યાસીન મિર્ઝા સહિતના સ્થાનિક નાગરિકોએ પણ રાહત કામગીરીમાં જોડાઈ મદદરૂપ બન્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here