પાટણ ધારાસભ્ય દ્વારા જિલ્લા સંકલનની બેઠક
માં માગવામાં આવતી માહિતી પૂણૅ રીતે ન અપાતી હોવાના આક્ષેપ કર્યા..

આજે શનિવારે મળનાર બેઠકમાં સંતોષકારક જવાબ નહિ મળે તો કલેકટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાલ ની ચિમકી..

પાટણ તા. ૧૮
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની શનિવારે મળનાર બેઠકમાં પોતે માગેલી માહિતી નહિ આપવામાં આવે તો કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળની ચિમકી શુક્રવારે પત્રકાર પરિષદ બોલાવી આપી છે. તો આ અંગે તેમણે મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે માહિતી આપતા ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સંકલન સમિતિની બેઠકોમાં તેમના પ્રશ્નોના જવાબો અધૂરા અને મોડા મળે છે. તેમણે ૯ જૂન, ૨૦૨૫ની બેઠકમાં જિલ્લા પોલીસવડા પાસેથી માંગેલી માહિતી અધૂરી હોવાનો આરોપ મૂક્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંબંધિત મામલામાં પણ ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ મળેલી માહિતી અપૂરતી હતી. યુનિવર્સિટી દારૂ કેસમાં અરજદાર લાડજીજી ઠાકોરના નિવેદનની નકલ પણ આપવામાં આવી નથી.
ફાયરમેનની માહિતી બાબતે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪થી માંગવામાં આવેલી વિગતો ૧૮ જુલાઈ, ૨૦૨૫ના પત્રથી નકારી કાઢવામાં આવી હતી. રજિસ્ટ્રારની હાજરી છતાં તેમની સહીથી માહિતી આપવામાં આવી નથી. ધારાસભ્યે કલેક્ટર અને યુનિવર્સિટીના કુલસચિવ અને જિલ્લા પોલીસવડાને સંપૂર્ણ માહિતી સાથે બેઠકમાં હાજર રહેવા સૂચના આપવા વિનંતી કરી છે. જો તેમની માંગણીઓ આવતી કાલે મળનાર સંકલનની બેઠક મા તેમના પ્રશ્નોને સંતોષવામાં નહીં આવે તો તેઓએ કલેકટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાલ ની ચિમકી આપી ભવિષ્યમાં મુખ્યમંત્રી કચેરી ખાતે પણ ધરણા કરવાની ચેતવણી પત્રકારો સમક્ષ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here