પાટણ શહેરના બિસ્માર રસ્તાઓની ધારાસભ્ય ડો.કિરીટ પટેલેઅધિકારીઓ સાથે મુલાકાત લીધી..

સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટ માંથી નાણાં ફાળવવાની તૈયારી દશૉવી…

પાટણ તા. ૧૮
પાટણ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શુક્રવારે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.
નવીન બનેલા ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન, વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીને કારણે મોટાભાગના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે.
રાજમહેલ રોડ પરના નવા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ પણ કથળી ગઈ છે. રસ્તા પરના ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે.
ધારાસભ્યએ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, એન્જિનિય, જીયુડીસીના કર્મચારી અને ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી. તેમણે સર્વિસ રોડ પરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી હતી.
સિદ્ધરાજનગર, રાજનગર અને દેવપુરી સોસાયટીમાં રોડનું લેવલ નીચું હોવાથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે.
આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાની તૈયારી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here