વર્ષ 2026-27 ના પ્રમુખ- તરીકે દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી નરેન્દ્રભાઇ ચૌહાણ અને ખજાનચી વૃષભભાઈ પટેલ ની પસંદગી કરાઈ..

પાટણ તા. 11
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સેવા ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરનાર ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ ના નવીન વર્ષ 2026 -27 ના નવીન કારોબારીની રચના તેમજ ગત વર્ષે પરિષદ દ્વારા કરાયેલા વિકાસ કાર્યક્રમ ની માહિતી પ્રદાન કરવાની સાથે પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ સાથે વાર્ષિક સામાન્ય સભાનું રવિવારના રોજ શહેરની કેરીફોર હોટલના સેન્ટ્રલ એસી હોલ ખાતે નગર પાલિકાના ચુંટાયેલા નવનિયુક્ત નગરસેવકો ડો. બાબુભાઈ પ્રજાપતિ,શ્રીમતી છાયાબેન પટેલ સહિત વિભાગીય મંત્રી, ગુજરાત ઉત્તર પ્રાંતના શિરીષભાઈ પટેલ,પ્રમુખ ભાવિપ.સિદ્ધહેમ શાખા દિનેશભાઈ પ્રજાપતિ, મંત્રી ભાવિપ.સિદ્ધહેમ શાખા નરેન્દ્રભાઈ ચૌહાણ, ખજાનચી,ભાવિપ.સિદ્ધહેમ શાખા ઘનશ્યામભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

વાર્ષિક સામાન્ય સભા નો પ્રારંભ રાષ્ટ્રગાન અને ઉપસ્થિત મહાનુભાવો ના સન્માન સાથે કરી પરિષદ દ્વારા ગત વર્ષે કરવામાં આવેલ સેવાકાર્ય ની રૂપરેખા રજૂ કરી વર્ષ 2026-27 માટેના પ્રમુખ- તરીકે દિનેશભાઈ પ્રજાપતિ,મંત્રી નરેન્દ્રભાઇ ચૌહાણ અને ખજાનચી વૃષભભાઈ પટેલ સહિત કારોબારી સભ્યોની સાથે ઉતર પ્રાતના હોદેદારો અને આમંત્રિત સભ્યોની વરણી કરવામાં આવતા ઉપસ્થિત સૌએ નવા વર્ષ માટે વરણી કરવામાં આવેલ તમામ ટીમને તાળીઓના ગડગડાટ થી વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ત્રિવેણી સંગમ સમા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નવનિયુક્ત બંન્ને નગરસેવકો એ ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના સેવા કાર્યની સરાહના કરી પોતાના સહકારની ખાતરી આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના તમામ સભ્યો ની જહેમત રંગ લાવી હતી.




