ખાનગી કોલેજોની કરોડોની ફીથી છુટકારો: મધ્યમવર્ગીય સંતાનો માટે રશિયા-જ્યોર્જિયા બન્યા ફેવરિટ.

પાટણ :
ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સ્થિત સંસ્થા ‘પ્લસ વન ગ્લોબલ કેર સર્વિસીસ’ દ્વારા વિદેશમાં અત્યંત વ્યાજબી દરે મેડિકલ અભ્યાસ (MBBS) માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં મેડિકલ સીટોની અછત અને ખાનગી કોલેજોની ઊંચી ફીના કારણે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નથી વંચિત રહી જાય છે, ત્યારે વિદેશની સરકારી યુનિવર્સિટીઓ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહી છે.

માત્ર ૨ લાખથી વાર્ષિક ફીની શરૂઆત
સંદીપભાઈના જણાવ્યા અનુસાર, રશિયા, જ્યોર્જિયા, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોની સરકારી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી માત્ર ₹૨ થી ₹૩ લાખ જેટલી રકમ થી શરૂ થતી હોય છે. જે ભારતની ખાનગી કોલેજોની સરખામણીએ ઘણી ઓછી છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર પણ વિદ્યાર્થીઓને ₹૧૫ લાખ સુધીની લોન સહાય પૂરી પાડે છે, જેનો હપ્તો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ એટલે કે કુલ ૭ વર્ષ પછી ભરવાનો હોય છે. આમ, સામાન્ય પરિવારનો બાળક પણ માત્ર ૫ થી ૧૦ લાખના સ્વ-ખર્ચે ડોક્ટર બની શકે છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા પ્રથમ અગ્રતા
છેલ્લા ૧૮ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત સંદીપભાઈ પટેલે ઉમેર્યું હતું કે, તેમની ટીમમાં ૨૦ જેટલા ડોક્ટરો જોડાયેલા છે. સંસ્થા માત્ર એડમિશન જ નહીં, પરંતુ:
- પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા.
- વિદ્યાર્થીઓને સાથે લઈ જઈને ત્યાંની હોસ્ટેલ અને યુનિવર્સિટીમાં સ્થિર કરવા.
- ૧૦ થી ૧૫ દિવસ સુધી ત્યાં રોકાઈને મેડિકલ અને અન્ય પાયાની જરૂરિયાતો પૂરી કરવી.
- અભ્યાસના ૬ વર્ષ દરમિયાન વાલી જેવી જવાબદારી નિભાવવી.
શિક્ષણ અને સામાજિક સેવામાં મોટું પ્રદાન
મૂળ પાટણ તાલુકા ના સંડેરના વતની અને ગાંધીનગર ખાતે રહેતા તપસ્યા ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ વર્ષ ૧૯૯૪થી ગાંધીનગરમાં હોસ્ટેલ અને પીજી સુવિધાઓ ચલાવે છે, જ્યાં અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, ૨૦૦૪થી ‘ટોપ એજ્યુકેશન’ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેઓ ધોરણ ૭ થી ૧૨ ના વિદ્યાર્થીઓને NEET, JEE અને GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરી રહ્યા છે. તેઓ વિવિધ સામાજિક અને ચેરિટેબલ ટ્રસ્ટોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તેઓ અને તેઓની ટીમ દ્વારા વિદેશમાં મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને સચોટ અને સાચું માર્ગદર્શન પૂરું પડાઈ રહ્યું છે.




