મહેસાણા: ફેમિલી કોર્ટના સજા વોરંટમાં ફરાર આરોપીને ‘એ’ ડિવિઝન પોલીસે સોમનાથ ચોકડી પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો

મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા નામદાર મહેસાણા ફેમિલી કોર્ટના સજા વોરંટમાં લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા એક આરોપીને આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને મહેસાણા જિલ્લા જેલ હવાલે કર્યો છે.
પોલીસની વિશેષ ઝુંબેશ અને બાતમી
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લાભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ અને વિવિધ અદાલતો દ્વારા સજાનો હુકમ થયો હોવા છતાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને, મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આ.પો.કો. અબ્દુલગફાર સૈયદઅલી અને અ.પો.કો. હાર્દિકકુમાર ભરતભાઈ, અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ અને અ.પો.કો. પિયુષભાઇ ડાહ્યાભાઇ પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન, સ્ટાફના અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ અને અ.પો.કો. પિયુષભાઇ ડાહ્યાભાઇને નામદાર મહેસાણા ફેમિલી કોર્ટના ક્રિમિનલ કેસના કામના આરોપી પ્રતિકકુમાર જશવંતલાલ સોલંકી (રહે. ૩૫, સહજ ગ્રીન ફ્લેટ, સિધ્ધાર્થ હાઇસ્કુલ પાછળ, સોમનાથ રોડ, મહેસાણા) ને કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવેલ ફરાર આરોપી અંગે ખાનગી બાતમી મળી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ ટીમે તાત્કાલિક સોમનાથ ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી પ્રતિકકુમાર સોલંકી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. જે.આર. જાડેજા તથા સ્ટાફના અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. પિયુષભાઇ ડાહ્યાભાઇ, આ.પો.કો. અબ્દુલગફાર સૈયદઅલી અને અ.પો.કો. હાર્દિકકુમાર ભરતભાઈએ ટીમવર્ક કરીને ફરાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here