શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજી સન્મુખ શ્રી ચામુંડા પરિવાર દ્વારા ત્રિવિધ ધાર્મિક મહોત્સવયોજાયો..

પાટણ તા. 5
દેવી શક્તિની આરાધના ના પવિત્ર પર્વ સમા ચૈત્રી માસની પૂર્ણિમાના પાવન અવસરે શ્રી પદ્મનાભ મંદિર વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ચામુંડા માતાજી સન્મુખ શ્રી ચામુંડા પરિવાર દ્વારા ત્રિવિધ ધાર્મિક મહોત્સવનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગ નિમિત્તે માતાજીના આનંદગરબા,
108 દિવાની મહાઆરતી અને માતાજીના સમૂહ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધ પ્રસંગમાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જયારે પ્રસંગને સફળ બનાવવા ચામુંડા પરિવાર ના ધવલભાઈ, વિષ્ણુભાઈ, અરવિંદભાઈ, દેવાભાઈ સહિત શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ
યશપાલ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિતનાઓએ સાથ સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here