રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા રણકાર 2025 નવરાત્રી મહોત્સવનું આયોજન

નવરાત્રિ પ્રોજેક્ટ થી થનાર આવક સેવાકીય હેતુ માટે ઉપયોગમાં લેવાશે : ઉત્કર્ષ પટેલ

માંની આરાધના ના પર્વ નવરાત્રી ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટીપ્લોટ સહિત નવરાત્રી ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા રણકાર 2025 નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અનુસંધાને આયોજકો દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા રણકાર 2025ના પ્રોજક્ટ હેડ ઉત્કર્ષ પટેલ, પ્રોજ્કટ ચેરમેન શિવમ પટેલ તેમજ રોટરેક્ટ ક્લબ ઓફ પાટણની ટીમ દ્વારા જણાવ્યું હતું કે રોટરેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત નવરાત્રી રણકાર 2025ના આયોજનનો હેતુ સેવાકીય કાર્ય રહેશે જેમાં તેઓ વર્ષ દરમ્યાન વિવિદ્ય સેવાકીય પ્રોજેક્ટ કરતાં હોય છે. તેઓએ તેઓના વર્ષ દરમિયાન કરવામાં આવતા સેવાકીય પ્રોજેક્ટ આનંદેશ્ર્વર મહાદેવ, ગુરુ દતાત્રેય ગોકુલમ, શૌર્ય સંધ્યા, શહિદ પરિવારોને સન્માન અને આર્થીક સહાય, સરકારી પ્રસુતી ગૃહ માં ડીલીવરી થતી બહેનોમાટે બાળકોને પોષણક્ષમ ખોરાક સાથેની કીટનું વિતરણ, રક્તદાન, અંગદાન ઉપરાંત શૈક્ષણિક તેમજ પર્યાવરણ લક્ષ્મી પ્રોજેક્ટની ટૂંકી માહિતી આપી હતી.

તારીખ 22 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી પાજરાપોળ ગ્રાઉન્ડ ભૈરવ રોડ પાટણ ખાતે આયોજન થનાર રણકાર 2025 નવરાત્રી મહોત્સવના આયોજન અંગે માહીતી આપતા તેઓએ જણાવ્યું હતું કે મેદાન સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે તેમજ ફાયર સેફ્ટી પાર્કીંગ તેમજ સિક્યુરીટીની પુરતી વ્યવસ્થા જાળવવામાં આવનાર છે જેમાં 7 મહિલા હોમગાર્ડ સાથે બાઉન્સરોની હાજરીથી અસામાજીક કે તોફાની તત્વો ઉપર કાબુ મેળવી શકાશે તેમજ સરકારની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે ઉપરાંત મેદાનમાં માતાજી માટે આકર્ષક મંદિરનું પણ નિર્માણ કરનાર છે જેમાં 10 દિવસ માતાજીની આરતી તેમજ પૂજા કરવામાં આવશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here