પાટણના સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ આયોજિત ત્રણ દિવસીય ગણિત વિષયમાં શિક્ષક તાલીમ કાર્યક્રમ યોજાઈ

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે તા. ૧૮, ૧૯ અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ગુજકોસ્ટ-ગાંધીનગર આયોજિત ત્રણ દિવસીય ગણિત વિષયમાં શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ માં ૭ જિલ્લા (પાટણ, વાવ-થરાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા) ઓમાંથી શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય શ્રી કલ્પેશ ડી. અખાણી, ઉત્તરબુનિયાદી વિદ્યાલય ના શિક્ષક શ્રી દેવલબેન વ્યાસ, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટિ ના ગણિત વિભાગ ના પ્રાદ્યાપક ડો. ચિરાગ બારસાર, એમ.એન. હાઈ સ્કૂલ ના આચાર્ય ડો. ધનરાજભાઈ ઠક્કર, સરકારી શાળા પાટણના શિક્ષક શ્રી દુર્ગેશભાઈ પ્રજાપતિ તથા સદવિદ્યા એકેડેમી માંથી શ્રી કૃણાલ પટેલે ગણિત વિષયના શિક્ષણમાં એ.આઈ. ના ઉપયોગ એન્ડ વૈદિક ગણિત જેવા ટોપિક્સ પર માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષકોને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક શિક્ષણ માટે ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન ના જીવન અને કાર્ય પર આધારિત ડોક્યુમેન્ટરી શો પણ રજૂ કરવામાં આવ્યો હતો , જે શિક્ષકો માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યો.
કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને ગણિતના પ્રાયોગિક કીટ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા. તાલીમ પૂર્ણ થયા બાદ શિક્ષકોએ આવા તાલીમ કાર્યક્રમો વારંવાર યોજવા માટે માંગ વ્યક્ત કરી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકર ડો. સુમિત શાસ્ત્રી એ ગુજકોસ્ટ-ગાંધીનગર ના સલાહકાર ડો. નરોત્તમ સાહૂ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડો. પૂનમ ભાર્ગવ પ્રત્યે સહકાર માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા શિક્ષકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીન શિક્ષણ પદ્ધતિઓ ની સમજ અને ગણિત-વિજ્ઞાન પ્રત્યે વધુ રસ વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આ ત્રણ દિવસ દરમિયાન શિક્ષકોને તાલીમ કાર્યક્રમ દ્વારા મળ્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here