શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, પાટણનું બોર્ડનું એસ.એસ.સી નું 88.88 ટકા પરિણામ…

શ્રી પાટણ જૈન મંડળ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષણનું મહત્વ સમજી, મંડળે 82 વર્ષ પહેલા પાટણ નગરના નાગરિકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે શ્રી બી.ડી. સાર્વજનિક વિધાલય, પાટણ ની સ્થાપના કરી હતી. આ સંસ્થા આજે પણ જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિનું પ્રતિક બનીને સતત આગળ વધી રહી છે.વર્તમાન સમયમાં પ્રમુખશ્રી દાનેશભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ શાહ અને માનદ મંત્રીશ્રી ભરતભાઈ શાહ સાથે હિતેશભાઈ શાહ તથા જીગરભાઈ શાહના સક્રિય માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, મંડળ દ્વારા બાળવાટિકા થી લઈને અનુસ્નાતક સ્તર સુધી સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ઉત્તમ સગવડ ઉભી કરવામાં આવી છે.આ સંસ્થાનું ધ્યેય માત્ર શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરી એક ઉત્તમ નાગરિક બનાવવાનું છે. શ્રી પાટણ જૈન મંડળનું આ કાર્ય સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે અને ભવિષ્યમાં પણ આ સંસ્થા નવા શિખરો સર કરશે તેવી વિશ્વાસપૂર્ણ અપેક્ષા છે.શ્રી બી.ડી. સાર્વજનિક વિધાલય, પાટણ છેલ્લા 82 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2026 ના એસ.એસ.સી. પરિણામમાં શાળાએ ગૌરવપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ વર્ષે બોર્ડનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જ્યારે પાટણ જિલ્લાનું પરિણામ 83.27% અને પાટણ કેન્દ્રનું પરિણામ 85.11% રહ્યું છે. તેના મુકાબલે શ્રી બી.ડી. સાર્વજનિક વિધાલય, પાટણ નું પરિણામ 88.88% પ્રાપ્ત થઈ ઉત્તમ પ્રદર્શન નોંધાયું છે. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયમાં બે વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શ્રી પાટણ જૈન મંડળના માર્ગદર્શન હેઠળ શાળાના વડા આચાર્યશ્રી ડૉ. બળદેવભાઈ દેસાઈના સુકાનમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને બાળવિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે. જેના પરિણામે ધોરણ 10 એસ.એસ.સી. માધ્યમિકનું પરિણામ પણ શ્રેષ્ઠ રહ્યું છે.
આ પ્રસંગે ડૉ. બી.આર. દેસાઈએ પ્રમુખશ્રી, મંડળના હોદેદારશ્રીઓ, શિક્ષકમંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને આ શ્રેષ્ઠ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા ટોપ આવનાર વિધાર્થીઓમાં પટેલ ક્રિશા નીતિનકુમાર 571 ગુણ A-1 ગ્રેડ 99.25PR રાઠોડ ઓમકાર આર 549ગુણ A-1 96.66 PR રાવળ હિમાંશી એ 545 ગુણ A-1 96.06PR શેખ હુમાબાનુ આઇ A-1 544 ગુણ 95.90 PR રાવળ સંજય કે A-1 542 ગુણ 95.58 PR પ્રજાપતિ વ્રજ એસ A-2 529 ગુણ 93.44 PR પ્રજાપતિ હિરલ વી A-2 528 ગુણ 93.26 પટેલ પાશ્વ એ A-2 525 ગુણ 92.73 પટેલ પરી બી A-2 522 ગુણ 92.17 PR ઠાકોર રિદ્ધિ વી A-2 522 ગુણ 92.17 PR પ્રજાપતિ પ્રિયાંશી એસ A-2 519 ગુણ 91.62 PR ઠાકોર કાર્તિક પી A-2 517 ગુણ 91.25 PR ઠાકોર ફાલ્ગુની એસ A-2 512 ગુણ 90.28 PR ત્રિવારી હર્ષ વી A-2 512 ગુણ 90.28 ઠાકોર દીક્ષિત આર A-2 511 ગુણ 90.28 PR તમામ ને અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here